Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ખેડામાં પરસ્ત્રી સાથે સંબંધ ધરાવી પત્નીને ઢોરમાર મારી ધમકી આપનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:શહેરમાં પતિ-પત્નીનો ઘર કંકાસ પોલીસ મથક સુધી પહોચ્યો છે. બીજી પત્ની લાવવાની ધમકી આપી મારઝુડ કરતા પતિ સામે ફરિયાદ નોધાવી પત્નીએ ન્યાયની માંગ કરી છે.

માતર ગામે રહેતા હિરેન ભાસ્કરભાઇ પટેલના લગ્ન ખેડાના ગાયત્રીબેન સાથે થયા હતા. તા.૩ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ લગ્ન થયા બાદ તેમનું જીનવ સુખરૂપ ચાલતુ હતુ. પરંતુ હિરેનના જીવનમાં અન્ય સ્ત્રી આવી જતા તેણે પત્ની ગાયત્રીને બીજા લગ્ન કરવાની ધમકીઓ આપી તેની સાથે મારઝુડ કરી ખારાબ વર્તન કરવાનું શરૂ કરી દીધુ હતુ. હિરેન દ્વારા વારંવાર ગાયત્રી સાથે શારીરિક માનસિક ત્રાસ ગુજારતા ના છુટકે લગ્નની વર્ષગાઠના દિવસે જ ગાયત્રીએ ખેડા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

 

(5:40 pm IST)