Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

માત્ર ૧૮ દિવસમાં ૮૫૦ કિ.મીટરની છ દેવ મંદિરોની પદયાત્રા કરનાર SGVPના શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી નું ભવ્ય સ્વાગત

અમદાવાદ : આ ભારત પૂણ્ય  ભૂમિ-અવતારની ભૂમિ છે સતયુગથી માંડીને અત્યાર સુધી ઘણાં ભગવાનના અવતારો થયા છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે પોતાના હસ્તે રામેશ્વરમમાં રામેશ્વર-મહાદેવ પધરાવેલ છે એ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના અવતાર દરમ્યાન પોતાના હસ્તે અમદાવાદમાં નરનારાયણદેવ, ભૂજમાં નરનારાયણદેવ, વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ધોલેરામાં મદનમોહનજી મહારાજ, જુનાગઢમા રાધારમણદેવ અને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ પધરાવી સનાતન સંસ્કૃતિને જીવંત રાખી છે.

આ છયે ધામની પદયાત્રા SGVP ગુરુકુલમાં વરસો સુધી ગૌશાળામાં ગાયોની સેવા કરતા શાસ્ત્રી સ્વામી માધવચરણદાસજી અને સાથેના સંતો ઋષિકેશદાસજી સ્વામી, દિવ્યસાગરદાસજી સ્વામી, હરિનંદનદાસજી સ્વામી, વિશ્વવલ્લભદાસજી સ્વામી તથા સાથે ઋષિકુમારોમાં આસુતોષ મહેતા, સિદ્ધાંત વ્યાસ, સચિન મહેતા અને અન્ય હરિભકતો મળી ૧૫ યાત્રીઓ જોડાયા હતા

         ૧૮ દિવસ પદયાત્રા પૂર્ણ કરી અમદાવાદ મેમનગર ગુરુકુલ આવતા ગુરુકુલ સંત મંડળ અને ગુરુકુલના ૫૦૦ વિદ્યાર્થીઓ અને હરિભકતોએ બેંડવાજા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ SGVP ગુરુકુલમાં શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ માત્ર ૧૮ દિવસમાં ૮૫૦ કીલોમીટરની યાત્રા પૂર્ણ કરનાર પદયાત્રી શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામીને અને સાથે યાત્રાએ ગયેલ તમામને હાર પહેરાવી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પદયાત્રાનો મહિમા સમજાવ્યો હતો અને શા. માધવચરણદાસજી સ્વામીએ પોતાને થયેલા અનુભવો અને યાત્રાનું મહત્વ સમજાવ્યું હતું.

(12:08 pm IST)