Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

સુરતમાં અનોખા લગ્ન યોજાયા: યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા : ગાય માતા બન્યા મુખ્ય અતિથિ

વરધોડામાં પણ ગૌમાતા સૌથી આગળ: ગૌ માતાની હાજરીમાં ગૌવધુલીની વીધી લગ્ન

સુરત : સુરતમાં અનોખા લગ્ન યોજાયા હતા જેમાં ગૌ માતાને મુખ્ય અતિથિ તરીકે સ્થાન અપાયું હતું, લગ્ન પણ વૈદિક વિધિથી કરાયા હતા ,વરધોડામાં પણ ગૌમાતા સૌથી આગળ હતા અને તેમનું સ્વાગત આવકાર કર્યા બાદ જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 ઉપરાંત લગ્ન મંડપ પાસે પણ ગૌ માતાની હાજરીમાં ગૌવધુલીની વીધીથી પણ કરવામાં આવી હતી. ખાસ એ પણ છેકે આ જોડા દ્વારા લગ્ન પત્રીકા પણ કાપડ પર સંસ્કૃતમાં એકજ છપાવવામાં આવી હતી જયારે બાકી તમામ સબંધીઓને માત્ર ડિજિટલ માધ્યમથી  પીડીએફ મોકલી ઇનવીટેશન આપવામાં આવ્યા હતા.
  સુરતના ભટાર રોડ પર આવેલા અમ્રુત કુંજ એપાર્ટમેન્ટમાં ગરોડીયા પરિવાર રહે છે. ગરોડીયા પરિવારના દીકરા રોહિતના ધામ ધુમથી લગ્ન કરવામાં આવ્યા છે. પરંતુ આ લગ્ન એક અલગ રીતેજ થવાના કરાયા. રોહિત પણ આ લગ્નમાં ડિજીટલ ઈન્ડિયા અને હિન્દુ ધર્મની શાસ્ત્રોક પરંપરાને માન આપવા માંગતો હતો. જેથી તે તેની જાનમાં સૌથી આગળ બે ગાય અને એક બછડાને રાખવામાં આવ્યા હતા. વધુના પરિવાર દ્વારા પહેલા વરરાજાનું નહિ પરંતુ ગૌ પુજા અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વરરાજાનું સ્વાગત કરાયું.
  રોહિતના લગ્ન અભિલાષા તોધી સાથે થયા છે. અભિલાષાને પણ જયારે રોહિતના પરિવાર દ્વારા આ થોટ કહેવામાં આવ્યો ત્યારે તેણે પણ તેને વધાવી લીધો હતો. અભિલાષાએ કહ્યું હતું કે મારી પણ ઈચ્છા હતી કે લગ્ન સાદગી પુર્ણ રીતે કરવામાં આવવા જોઇએ અને તેમાં એક મેસેજ હોવો જોઇએ જે સમાજને આપી શકાય

(10:25 pm IST)