Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ગાંધીનગર જિલ્લાના હાઇવે નજીક બાઈક પર જઈ રહેલ બે મિત્રોને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લેતા બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:જિલ્લામાં હાઈવે માર્ગો હાલ અકસ્માત ઝોન બની ગયા છે. છેલ્લા એક મહિનામાં અકસ્માતમાં મોતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગઈકાલે દહેગામના કડાદરા પાસે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત નીપજયું છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામની દેવભુમિ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય યુવાન બીપીન શૈલેષકુમાર સોલંકી તેના મિત્ર નવીન ઉર્ફે સંજય ઉદેસિંહ કુશવાહ બાઈક લઈને વહેલાલ ખાતે આવેલી કોલેજમાં કામ અર્થે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ફરી રહયા હતા. નવીન બાઈક ચલાવી રહયો હતો. ઝાંક ગામમાંથી નર્મદા મુખ્ય કેનાલના ઝાંક જલુન્દ્રા મોટા બ્રીજ પાસે કેનાલનો રોડ ક્રોસ કરતાં હતા તે જ સમયે કડાદરા તરફથી એક કારનો ચાલક પુરઝડપે આવ્યો હતો અને તેમના બાઈકને અડફેટે લીધું હતું. જેના પગલે બીપીન અને નવીન બન્ને રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન નવીનનું મોત નીપજયું હતું. અકસ્માત સર્જી કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે બીપીન સોલંકીની ફરીયાદના આધારે જીજે-૭-ડીબી-૭૩૫૭ નંબરની કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(5:45 pm IST)