Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

૨૦૧૫માં ૬ મહાનગરોમાં ભાજપને ૩૮૮, કોંગીને ૧૭૫ બેઠકો મળેલ

રાજકોટ સહિત છ એ છ કોર્પોરેશનોમાં કેસરિયો વિજય વાવટો લહેરાયેલ : ૨ બેઠકો બિનહરીફ થયેલ : સૌથી ઓછો માત્ર ૪ બેઠકોનો તફાવત માત્ર રાજકોટ કોર્પોરેશનમાં રહેલ : રાજ્યમાં બન્ને પક્ષ સિવાઇના માત્ર ૬ ઉમેદવારો ચૂંટાયા હતા

રાજકોટ તા. ૪ : રાજ્યની ૬ મહાનગરપાલિકાની ચૂંટણી આવતા મહિને આવી રહી છે. આ વખતે નવા સીમાંકન અને નવા સમીકરણો સાથે ચૂંટણી થનાર છે. છેલ્લે ૨૦૧૫માં રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી થઇ તે વખતે તમામ મહાનગરોમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો હતો.

૬ મહાનગરોમાં કુલ ૫૬૯ બેઠકોની ચૂંટણી થયેલ. જેમાંથી ૩૮૮ બેઠકો ભાજપને અને ૧૭૫ બેઠકો કોંગીને મળી હતી. ૬ બેઠકો આ બન્ને પક્ષ સિવાઇના ઉમેદવારોને મળેલ. જેમાં વડોદરાની ૪ અને જામનગરની ૬ બેઠકોનો સમાવેશ થાય છે.

ઉપરાંત વડોદરા - સુરતમાં એક-એક બેઠકો બિનહરીફ થઇ હતી.

તમામ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી સ્પર્ધા હતી. સૌથી ઓછો માત્ર ૪ બેઠકોનો તફાવત માત્ર રાજકોટ કોર્પોરેશનમાં રહેલ. છેલ્લા વોર્ડની પેનલની મત ગણતરી સુધી શાસન કોનું ? તે બાબતે પ્રવાહી પરિસ્થિતિ રહી હતી. ભાજપને જામનગરમાં ૬૪માંથી ૩૮, ભાવનગરમાં ૫૨ પૈકી ૩૪ બેઠકો મળી હતી. રાજકોટમાં ૫ વર્ષમાં બે વખત પેટાચૂંટણી થતા ભાજપને બન્ને બેઠકો જીતીને સંખ્યાબળ ૪૦નું કર્યું હતું.

૨૦૧૫ના ચૂંટણી પરિણામનું ચિત્ર

મહાનગર

કુલ બેઠકો

ભાજપ

કોંગી

અન્ય

રાજકોટ

૭૨

૩૮

૩૪

 

જામનગર

૬૪

૩૮

૨૪

૦૨

ભાવનગર

૫૨

૩૪

૧૮

 

અમદાવાદ

૧૯૨

૧૪૨

૪૯

સુરત

૧૧૬

૭૯

૩૬

વડોદરા

૭૬

૫૭

૧૪

૦૪

 

૩૮૮

૧૭૫

વડોદરા - સુરતમાં ભાજપને એક-એક બેઠક બિનહરીફ મળેલ

(12:52 pm IST)