Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

નડિયાદના જુના રાવપુરા વિસ્તારમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં મંદિરના પુજારીને ઢોર માર મારતા ગુનો દાખલ

નડિયાદ: શહેરમાં જૂના રાવપુરા વિસ્તારમાં રહેતાં જીત કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ બે માસ અગાઉ એક મહિલાને લઈ નડિયાદમાં નાના કુંભનાથ રોડ પર આવેલ ભુતનાથ મહાદેવના મંદિરે દર્શને કરવા ગયાં હતાં. મંદિર પરિસરમાં પ્રવેશેલા જીત બ્રહ્મભટ્ટે તેની સાથે આવેલી મહિલાનો હાથ પકડેલો હોય મંદિરના પૂજારી કાર્તિકભાઈ ઉર્ફે બાબા હર્ષદભાઈ પટેલ રહે.ગાયત્રીપોળ, લાખાવાડ, નડિયાદ) એ જીતને ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે જે તે વખતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી ગત બુધવારના રોજ જીત બ્રહ્મભટ્ટે ભુતનાથ મંદિર બહાર ઊભા રહેલાં કાર્તિકભાઈ સાથે તુ મારી સામે આંખો કાઢી કેમ જુવે છે કહી ઝઘડો કર્યો હતો. અને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી કાર્તિકભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા જીત બ્રહ્મભટ્ટે ઝપાઝપી કરી હતી. જેમાં કાર્તિકભાઈને મોઢાના ભાગે ફેટ વાગતાં ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે કાર્તિકભાઈ ઉર્ફે બાબા હર્ષદભાઈ પટેલની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે જીત કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)