Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

નડિયાદમાં ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાતા યુવકનું કમકમાટી ભર્યું મોત

નડિયાદ: રેલવે સ્ટેશન ઉપર આજે સવારે ટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલ યુવાનનું કપાઇ જતા મોત નિપજ્યુ હતું

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં- ઉપર આજે સવારે પોણા આઠ વાગ્યાના સુમારે ઈન્દોર ગાંધીનગર એકસપ્રેસ ટ્રેનમાં એક પાસ હોલ્ડર ટ્રેનમાં ચઢવા જતો હતો. ત્યારે અકસ્માતે હાથ લપસી જતા ટ્રેન નીચે આવી જતા કપાઇ ગયો હતો. જેથી જાણ થતા મુસાફરોએ ટ્રેન ઊભી રખાવી હતી અને કપાઇ ગયેલ પાસ હોલ્ડરને તુરંત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નિપજ્યું હતું

પાસ હોલ્ડર પ્રતીકકુમાર પ્રહલાદભાઇ ડીસાવાળા (ઉમર ૨૫ વર્ષ) પેટલાદ તાલુકાના ચાંગાનો હોવાની ઓળખ થઇ હતી. યુવાન અમદાવાદ નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે નડિયાદ પોલીસે અકસ્માત મોતની નોંંધ કરી હતી.

(5:20 pm IST)