Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઠાસરા-ફાગવેલ રોડ પર સિમ નજીક ટ્રેક્ટરની હડફેટે બાઈકચાલકનું ગંભીર ઇજાથી મોત

ઠાસરા:ઠાસરા-ફાગવેલ રોડ પરની પીપલવાડા સીમ નજીક ટ્રેક્ટર અથડાતા બાઇકચાલકનું ગંભીર ઈજા થતા સ્થળ પર મોત નિપજ્યુ હતું. જયારે એક ઈસમને ઈજા થઇ હતી

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના પીપલવાડામાં રહેતા રામસિંહ અમરસિંહ રાઠોડ ગઇ કાલે રાત્રે ભઇજીભાઇ ધુળાભાઇ રાઠોડને મોટર સાયકલ નં જીજે ૦૭સીએન ૪૭૪૯ ઉપર બેસાડી ઠાસરા-ફાગવેલ રોડ પરથી જઇ રહ્યા હતા. દરમ્યાન રાત્રિના સાડા સાત વાગ્યા ના સુમારે પીપલવાડા સીમ નજીક પૂરઝડપે આવેલ ટ્રેક્ટર નં. જીજે૦૭બીએચ૮૧૨ મોટરસાયકલ પાછળ અથડાયું હતું. જેથી બાઇક સવાર બંનેને રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઇ હતી. જેમાં રામસિંહ રાઠોડનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે ભઇજીભાઇ ધુળાભાઇ રાઠોડને પગે ફેક્ચર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે. બનાવ અંગે રાજેન્દ્રભાઇ વજેસિંહ રાઠોડની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

 

(5:19 pm IST)