Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

નડિયાદના મિશન રોપ પર રસ્તા પર પસાર થવા બાબતે ચાર ઈસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ:ના મિશન રોડ ઉપર રાત્રે ચર્ચ પાસેથી પસાર થતા યુવાનને રાત્રે કેમ અહીં ફરે છે કહી ચાર ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ ન્યુ શોરોક મિલ સામે ભાઈલાલની ચાલીમાં રહેતા ધવલભાઈ પટેલ નવા વર્ષની રાત્રીના સાડા નવ વાગે મેથોડીસ્ટ ચર્ચ, મિશન રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે ગુરુ દત્તાત્રેય સોસાયટીમાં રહેતા લખનભાઈ બારોટે રાત્રે અહીં કેમ ફરવા નીકળ્યો છે કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ધવલે ગાળો બોલવાની ના પાડતા લખન બારોટે ધવલને લાકડી મારી ઈજા કરી હતી. જ્યારે કિરણ રબારીએ ધવલને માથામાં પાઈપ મારી હતી. દરમ્યાન ચારેય ઇસમોએ ગાળાગાળી કરીનેે ધવલ સાથે ઝપાઝપી કરી હતી. જેથી બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી ગયા હતા. ઝપાઝપીમાં સોનાની ચેઈન તૂટી ગઈ હતી

બનાવ અંગે ધવલભાઈ રમેશભાઈ પટેલની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે લખન બારોટ, તેનો ભાઈ, કિરણ હરતનભાઈ રબારી (રે. દિવ્ય જ્યોત સો.), પ્રણવ ગઢવી (રે. રામદેવપીર મંદિર, નડિયાદ) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:16 pm IST)