Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગાંધીનગર: સરકારી કચેરીમાં લાંચની પ્રવૃત્તિમાં વધારો: લેન્ડ રેકોર્ડના સર્વેયરની 20 હજારમાં ધરપકડ

ગાંધીનગર:રાજયમાં સરકારી કચેરીઓમાં લાંચની પ્રવૃતિ વધી છે ત્યારે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા પણ આવા લાંચિયા અધિકારી, કર્મચારીઓને પકડવા દોડધામ કરાઈ રહી છે ત્યારે શહેરના સે-પમાંથી એસીબીની ટીમે ગાંધીનગર જિલ્લા લેન્ડ રેકોર્ડના લાયસન્સી સર્વેયરને વીસ હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સરકારી કચેરીઓમાં નાનુ મોટુ કોઈપણ કામ કરાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને ખુશ કરવા પડે છે નહીંતર અરજદારોના કામ અટકી પડતાં હોય છે. આવા લાંચિયા અધિકારી, કર્મચારીઓના કારણે અરજદારોના સરકારી કચેરીઓના ધક્કા પણ ખાવા પડે છે. ત્યારે રાજયમાં વધેલી લાંચની પ્રવૃતિને ડામવા માટે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને લાંચ માંગનાર કોઈપણ અધિકારી કે કર્મચારીની વિગતો આપવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બોરૂ ગામની સીમમાં આવેલી ખેતીની જમીનમાં કબજો ફેરફાર સુધારો કરવા માટે જિલ્લાની ડીઆઈએલઆરની કચેરીમાં જમીન રીસર્વે કરવા માટે વાંધા અરજી આપવામાં આવી હતી. અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે અને કામગીરી કરવા માટે કચેરીના લાયસન્સી સર્વેયર અમરીશભાઈ ઈશ્વરભાઈ પટેલ વીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

(5:15 pm IST)