Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરતના પલસાણામાં હોટલના પાર્કિંગમાંથી પોલીસે માહિતીના આધારે 59 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાઇ

સુરત: જિલ્લાનાં પલસાણા ખાતે ને.હા.નં.૪૮નાં  ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી ઉભેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને જોતા રૂ.પ૯.૯૭ લાખનાં વિદેશી દારૂની પ૯૯૭૬ બોટલ ભરીને જતી ટ્રક ચાલકે ટ્રક હોટલ પાર્કિંગમાં મુકી ભાગવા જતા પોલીસે ઝડપી લીધો હતો. ટ્રક ચાલકની કબડુલાતથી ફરીથી દમણ તથા નવાપુરનાં બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી ટ્રક સહીત રૂ.૭૦,૦૪,૮૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તાપી જિલ્લાનાં વાલોડ બાદ ગુરૂવારે સવારે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનાં હે.કો. કે.એલ.રાઠોડ અને ગુલાબ ગોપાળભાઈએ પોતાની ટીમ સાથે પલસાણા ચાર રસ્તા ને.હા.નં.૪૮નાં સર્વિસ રોડ પર વોચ ગોઠવી બેઠા હતા. તે સમયે બાતમીવાળી ટ્રક (નં.એમએચ.૧૮.એસી.૭૧૪૯)નાં ચાલકે ખાનગી ગાડીમાં પોલીસને જોતા ટ્રક ઓવર બ્રિજ પર ચઢાવી દીધી હતી અને કડોદરા તરફ જઈ યુ ટર્ન મારીને ઓવર બ્રિજ ઉતરીને નજીકની હિમાલયા હિન્દુ હોટલનાં કંમ્પાઉન્ડમાં પાર્ક કરી ભાગવા જતા પીછો કરતી પોલીસે ટ્રક ચાલક સમીર રમઝાન શેખ (..ર૪, રહે.નવાપુર, મહારાષ્ટ્ર)ને પકડી લીધો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પ૯૯૭૬ બોટલ કિંમત રૂ.પ૯,૯૭,૬૦૦નો જથ્થો મળી આવ્યો હતો

 

(5:14 pm IST)