Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરતમાં દારૂ બંધીના ગુનાહમાં ગયા વર્ષ કરતા આ વર્ષે જબળો ઉછાળો આવ્યો: 2018નો આંકડો થયો 10494

સુરત:ગુજરાતમાં દારુબંધીનો કાયદો કડક બન્યા બાદ એક વર્ષ દારુ પીને પકડાયેલાઓના કેસોમાં ઘટાડો થયો પણ બાદમાં લોકોનો ડર જાણે દુર ગયો હોય તેમ સુરત સિટીના વિવિધ પોલીસ મથકો મળીને ૨૦૧૮માં કુલ ૧૦,૪૯૪ કેસ નોંધાયા છે. જે સને-૨૦૧૭માં ,૧૨૪ હતા. ડિસેમ્બર-૨૦૧૬માં દારૂબંધીના કાયદાને વધુ કડક કર્યા બાદ એક વર્ષ દારૂ પીનારાઓમાં ગભરાટ રહયો તેવું આકડા પણ જણાય રહયું છે.

ગુજરાતમાં દારુબંધી છે પણ તે નાપુરતી હોવાના પુરાવા આપતા કિસ્સાઓ અવારનવાર બને છે. સને-૨૦૧૭ પહેલા જે કાયદો હતો તે તો નામપુરતો હતો. કાયદાનો ગંભીરતાથી અમલ થતો નહોતો. દારૂ પીનારાઓને પોલીસનો ડર નહોતો. અને બુટલેગરોને પણ મોજ હતી. જોકે, ડિસેમ્બર-૨૦૧૬માં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવાયો હતો. કાયદામાં મહત્વના સુધારા કરાયા હતા.

 

(5:14 pm IST)