Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરતના વરાછામાં અગાઉ હીરાની ઓફિસમાં અજાણ્યા યુવકે ડ્રોવર તોડી ક્ષણવારમાં 90 હજારના હીરાની ઉઠાંતરી કરી

સુરત:ના વરાછામાં ભરતનગર સોસાયટીમાં આવેલી હીરાની ઓફિસમાં ૨૫ દિવસ અગાઉ અજાણ્યો યુવાન ઓફિસની ગ્રીલ અને દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશી ટેબલ નું ડ્રોવર તોડી તેમાંથી રૂ.૯૦,૦૦૦ની કિંમતના કાચા હીરા માત્ર ૧૧ મિનિટમાં ચોરી ચોરી ફરાર થઈ ગયો હતો. ચોરી કરનાર યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થતા વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ભૂમિ પાર્ક સોસાયટી ઘર નંબર માં રહેતા ઘનશ્યામભાઈ દેવચંદભાઈ રંગાણી વરાછા ભરત નગર સોસાયટી મકાન નંબર ૨૭૦ના પહેલા માળે હીરાની ઓફિસ ધરાવે છે

(5:14 pm IST)