Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે સીઆઇડી ક્રાઇમે 3 કિલો ગાંજાના જથ્થા સાથે બે યુવકને અટકાવ્યા

વડોદરા:શહેર નજીક હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેથી આજે બપોપરે બાઈક પર પસાર થઈ રહેલા બે યુવકોને સીઆઈડી ક્રાઈમના નાર્કોટીક્સ સેલે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેેઓની પાસેથી કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

સીઆઈડી ક્રાઈમ સેલના નાર્કોટીક્સ વિભાગના પીએસઆઈ જીતેન્દ્રભાઈ નીનામા સહિતના સ્ટાફે આજે બપોરે બાતમીના આધારે શહેર નજીક ગોલ્ડનચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરે સવાબાર વાગ્યાના સુમારે હાઈવે પર નવી આરટીઓ કચેરી પાસેથી બાતમી મુજબના બે યુવકો બાઈક પર ત્યાંથી પસાર થતા પોલીસે તેઓને આંતર્યા હતા. પ્રાથમિક તપાસમાં પૈકી બાઈકચાલક ૧૯ વર્ષીય યુવક ઉંડારે-રિફાઈનરી રોડ પર આવેલા જલારામનગરમાં રહેતો સૈારભ મહાતંમ ગુપ્તા અને તેની પાછળ બેઠેલો યુવક મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ બાજવા વિસ્તારની પાયલ સોસાયટીમાં રહેતો ૩૫ વર્ષીય રાજેશ રામદાસ જયસ્વાલ હોવાનું અને બંને જણા શાકભાજીનો છુટ્ટક વેપાર કરતા હોવાની વિગતો મળી હતી.

(5:13 pm IST)