Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વડોદરાના રાજમહેલ રોડ પર એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 8 શકુનિઓની ધરપકડ

વડોદરા:શહેરના રાજમહેલરોડ પર આવેલા લલીતકુંજ એપાર્ટેમેન્ટમાં ચાલતા જુગારધામ પર રાવપુરા પોલીસે દરોડો પાડી જુગારિયાઓને ઝડપી પાડયા હતા. જયારે નંદેસરી પોલીસે ફાજલપુર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારિયાઓની ધરપકડ કરી હતી.

રાજમહેલરોડ પર માર્કેટચાર રસ્તા પાસે આવેલા લલીતકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતો હરીશ દાઢી નામની વ્યકિત તેના ભાડાના મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની કોઈ નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૃમમાં જાણ કરી હતી. અંગેની કન્ટ્રોલ રૃમ દ્વારા જાણ કરાતાં રાવપુરા પોલીસે ગત સાંજે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો. પોલીસને જોતા જુગાર રમી રહેલા યુવકો પત્તાપાના ફેંકીને ઉભા થતાં પોલીસે તેઓને બેસી રહેવાની સુચના આપી હતી. જુગાર રમતા ઝડપાયેલા હરિશ ભોગીલાલ ટેલર, મનુભાઈ મેલાભાઈ વસાવા, રફીક ગુલામરસુલ બદામીવાલા, નારાયણદાસ પ્રહ્લલાદરાય લુલ્લા,સિદ્દીકભાઈ ગલુભાઈ જુલ્મીવાલા, અબ્દુલરહીમ અબ્દુલમજીદ ખલીફા, કિશન મંગલારામ જાટ, મહેશ નેનુમલ લાલવાણીની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી રોકડા ૯૮૭૫ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ૧૫,૩૭૫ની મતા જપ્ત કરી હતી.

(5:13 pm IST)