Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વડોદરા:રાવપુરામાં મેડિકલના તાળા તોડી તસ્કરોએ 60 હજારની મતાની ચોરી કરી

વડોદરા:શહેરના રાવપુરા વિસ્તારમાં રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે આવેલા મેડિકલ સ્ટોરમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો સ્ટોરનું શટર ઉંચુ કરીને રોકડા ૬૦ હજારની ચોરી કરી ગયા હતા.

માંજલપુર વિસ્તારના સમન્વય સપ્તર્શીમાં રહેતા ભુપેન્દ્રભાઈ વિરજીભાઈ પટેલ રાવપુરા વિસ્તારમાં રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે ધ્વી મેડિકલ સ્ટોર ધરાવે છે.ગઈ કાલે રાત્રે તેમના બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ દુકાનના શટરના બંને તરફના તાળાં તોડી નાખ્યા હતા અને શટર ઉંચુ કરી તેઓએ અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના કાઉન્ટરના ગલ્લામાં મુકેલા રોકડા ૬૦ હજારની ચોરી કરી હતી 

આજે સવારે દુકાનમાં આવેલા કર્મચારીએ બનાવની જાણ કરતાં ભુપેન્દ્રભાઈએ ચોરીના બનાવની રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:31 pm IST)