Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદના આનંદનગર ચાર રસ્તા નજીક 13 વર્ષીય કિશોરનું લિફ્ટમાં ફસાઈ જતા કરુણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી

અમદાવાદ:આનંદનગર ચાર રસ્તા નજીક આવેલી હોટેલ પ્રેસિડેન્ટ ઈનમાં કામ કરતા ૧૩ વર્ષના કિશોરનું લિફ્ટમાં ફસાઈ જતા કમકમાચીભર્યું મોત નીપજ્યું હતું. અંગે હોટેલના માલિક અને મેનેજર સામે આનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં રહેતો મેહુલ મીણા (૧૩) છેલ્લા ત્રણ મહિનાથી આનંદનગર ચાર રસ્તા પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટ ઈનમાં વાસણ સાફ કરવાનું કામ કરતો હતો. ડિસેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે મેહુલ હોટેલની ગુડ્સ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. અંગે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. બાદમાં આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

(5:12 pm IST)