Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદના વટવામાં મુખ્ય રોડપર અચાનક ભુવો પડતા રેશિયો સહીત ચાલકોની હાલત ભયભીત : તંત્ર તાત્કાલિક ધોરણે દોડતું થયું

અમદાવાદ:નારોલ-વટવા માર્ગ પર વટવા પોલીસ સ્ટેશનની નજીક મુખ્ય રોડ એકાએક ભુવો પડી જતા વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભયભીત બની ગયા છે. વગર વરસાદે એકાએક ભુવો પડતા મેગાસિટીના વિકાસના દાવાઓ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે ભુવો જીવલેણ બને તે માટે સ્થાનિક લોકો બાદ મ્યુનિ.તંત્રએ ભુવાની આસપાસ બેરીકેટ લગાવીને ભુવાનો કોર્ડન કરી દીધો છે.

વાહનોની સતત અવર-જવરથી ધમધમી રહેલા મુખ્ય રોડ પર મોટો ભુવો પડતા મ્યુનિ.તંત્ર પણ દોડતું થઇ ગયું છે. ઔદ્યોગિક ગંદકીનું વહન કરતી મેગાલાઇનમાં બ્રેકડાઉન છેકે બાજુમાંથી પસાર થતી મ્યુનિ.ની ગટર લાઇનમાં લીકેજ છે. તે ખોદકામ પછી ખ્યાલ આવી શકશે. પ્રાથમિક તપાસમાં મેગાલાઇનમાં ભંગાણ હોવાનું મ્યુનિ.અધિકારીઓ જણાવી રહ્યા છે.

(5:11 pm IST)