Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદ મનપાએ પ્રોપર્ટી ટેક્સ ઝુંબેશ હાથ ધરી: જપ્ત કરેલ મિલકતની હરાજીમાં કોઈ ખરીદનાર ન મળ્યું

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલવાની ઝૂંબેશ આરંભાઇ છે. જેમાં આજે મધ્ય ઝોનમાં મિરઝાપુર વોર્ડમાં કે.બી.કોમર્શિયલ સેન્ટર ખાનપુર ખાતેની મિલકત મ્યુનિ.તંત્ર દ્વારા  જપ્ત કરી હતી. આજે જાહેર હરાજી કરાઇ હતી. જેમાં કોઇ ખરીદનાર મળ્યં નહોતું.

નોંધપાત્ર છેકે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની હરાજી કરાઇ કરી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોના મોટાપાયે વેરાઓ વર્ષોથી બાકી છે. કેન્દ્ર સરકારની હસ્તરની મિલકતોના ૨૮ કરોડના અને રાજ્ય સરકાર હસ્તકની મિલકતોના સાડા કરોડ રૂપિયાના મિલકત વેરા બાકી છે.

રેલવેના ૧૯.૧૫ કરોડ, પોલીસ ખાતાના ૧૨.૬૫ કરોડ રૂપિયા મિલકત વેરાના હજુ વસુલવાના બાકી છે. સાબરમતી,મણિનગર, ગાંધીગ્રામ, અમદાવાદ રેલવે સ્ટેશનનો કરોડો રૂપિયાના મિલકત વેરા બાકી છે.

(5:11 pm IST)