Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કાલે અમદાવાદ આવશે રાજીવ સાતવ

મહાનગરોના હોદ્દેદારો સાથે કરશે બેઠકઃ શહેર વિકાસના મુદ્દાઓ ચર્ચાશે : ડેમેજ કંટ્રોલની પણ થશે કાર્યવાહીઃ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બેઠકો

રાજકોટ તા.૪: જસદણ વિધાનસભામાં મળેલી કારમી હાર અને અસંતુષ્ઠ સિનિયર જુથે કરેલી ખાનગી બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના રાજય પ્રભારી આવતીકાલે અમદાવાદ આવી રહયા છે. રાજયના મહાનગરોના પ્રદેશ હોદ્દેદારો તથા શહેરી આગેવાનો સાથે મહત્વની બેઠક કરશે.

કાલે સવારે અમદાવાદ આવી રહેલા રાજય પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ કાર્યાલય ખાતે મહાનગરોના આગેવાનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં શહેરી મતદારોને આકર્ષવા શું ધ્યાને રાખવું જોઇએ તેની ચર્ચા કરશે.

આ ઉપરાંત શહેર સમિતિઓના પ્રમુખો તથા વિપક્ષી નેતાઓની નિમણૂંકો બાકી છે તે માટે પણ શહેરવાઇઝ ચર્ચા કરી મંતવ્યો જાણશે તેવા પણ નિર્દેશો મળે છે.

મહાનગરોની બેઠક બાદ સિનિયર પ્રદેશ આગેવાનોને પણ રાજય પ્રભારી મળશે અને અગાઉ ઉભી થયેલી અવગણના તથા અસંતોષ અંગે ચર્ચા કરી ડેમેજ કંટ્રોલની કાર્યવાહી પણ થઇ શકે છે. તેમ કોંગી વર્તુળોમાં ચર્ચાઇ રહયું છે.

(3:52 pm IST)