Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સોશિયલ મીડિયાના દુરૂઉપયોગ સામે સમાજને લાલબત્તી સમાન ગુજરાતી ફિલ્મ ''ફેકબુક ધમાલ''

મનોજ પટેલે લખેલી અને તેમના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે આને કહેવાય જ્ઞાન અને ગમ્મત

 અમદાવાદઃ સમાજના સળગતા પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખીને ફિલ્મના માધ્યમ દ્વારા લોકોને તેના ભય સ્થાનેથી અવગત કરવવામાં કુશળ લેખક મનોજ પટેલ આજના સર્વવ્યાપી સ્ફોટક પ્રશ્નને ધ્યાનમાં રાખીને ફેકબુક ધમાલ નામની કોમેડી થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે જે સમાજમાં લાલબત્તી દર્શાવવાનો ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે.

આજની પેઢી ફેસબુકના દૂષણનો શિકાર બની કેવી કેવી ભૂલો કરીને તેના ફસાય છે અને તેમાંથી નિકળવાના કેવા હવાતિયાં મારે છે. તે રમૂજની સાથે ખૂબ જ સુંદર રીતે ફિલ્મ ફેકબુક ધમાલમાં દર્શાવવામાં આવ્યું છે. આજની જનરેશનને સ્માર્ટફોનનું વળગણ કદ બહારનું છે. બાળકો પણ તેમાંથી બાકાત નથી. આજે ઘરમાં લોકોએ એકબીજા સાથે વાત કરવા કરતા સોશ્યિલ મીડિયામાં નવુ આવ્યું છે. તે જોવામાં રસ છે. ઓફિસમાં તથા રસ્તે ચાલતા મુસાફરોમાં પણ આજ હાલત છે. આ બાબતની ગંભીર અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે સામાજીક બાબતોને પણ અભડાવે છે.

માનવી સવારમાં પથારીમાં આંખ ખોલે ત્યારથી તે સૂવે ત્યાં સુધી મોબાઈલમય બનેલો હોય છે. સોશિયલ મીડિયાને લીધે પરિવારોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. તમામ લોકો સ્માર્ટ ફોનના વ્યસની થઈ ગયા છે. આવા સ્માર્ટ ફોનના વ્યસનીઓ કેવા કેવા સ્કેમમાં ફસાય છે અને તેના ચકકરામાંથી બહાર નીકળવા કેવા ધમપછાડા કરે છે. તેનું નિરૂપણ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. સ્માર્ટફોનના વળગણ સામે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ મનોજ પટેલે હળવી શૈલીમાં ખૂબ જ સુંદર રીતે લોકો સમજી મૂકયો છે. ફિલ્મના લેખનની સાથે નિર્માણ અને દિગ્દર્શનની જવાબદારી મનોજ  પટેલના હાથે કરવામાં આવી છે.

(3:44 pm IST)