Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

દિવાન બલ્લુભાઇ કપ ટુર્નામેન્ટમાં 'હિરામણિ' ચેમ્પિયન

અમદાવાદઃ સાબરમતી રેલ્વે ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી દિવાન બલ્લુભાઇ કપ (મલ્ટિ ડે) ટુર્નામેન્ટ (અન્ડર ૧૯)ની ફાઇનલ મેચમાં હીરામણી સ્કુલ શારદા મંદિર વિનય મંદિર સ્કૂલ સામે ૨૧૩ રનથી વિજય મેળવી ચેમ્પિયન બની હતી. આ મેચમાં હીરામણિ સ્કુલના ધ્રુવ પારેખે ૧૩૦ બોલમાં ૮પ રન, સુરજ સુર્યલે ૧૨૩ બોલમાં ૬૦ રન, આત્મન છત્બારે ૧૬૯ બોલમાં ૬૩ રન, તથા કુશાન પટેલે પ્રથમ ઇનિંગમાં ૪૨ રન આપી ૬ વિકેટ બિજી ઇનિંગમાં ૨૪ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ખેલાડીઓને ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિ અમીને અભિનંદન આપ્યા હતા.

(3:08 pm IST)