Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગાંધીનગરમાં ગરીબ કલ્યાણ મેળામાં ૩૦૯૪ લાભાર્થીઓને સહાય અર્પણ : દિલીપ ઠાકોર - નરહરી અમીનની ઉપસ્થિતિ

ગાંધીનગર : ગરીબ કલ્યાણ મેળાના ૧૧ મા તબક્કાનો સમગ્ર રાજયમાં આજથી પ્રારંભ થયો. અત્યાર સુધીના દસ તબક્કામાં ૧૪૯૧ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૩૪ કરોડ લાભાર્થીઓને ૨૩,૮૮૯ કરોડની સહાય કરવામાં આવી હતી. ૧૧ માં તબક્કામાં સમગ્ર રાજયમાં કુલ ૧૧,૮૩,૦૦૦ લાભાર્થીઓને રૂ. ૨,૩૦૭ કરોડની સહાય કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ ગાંધીનગર જીલ્લા અને મહાનગરપાલિકાનો ગરીબ કલ્યાણ મેળો પ્રેક્ષાભારતી હોલ, કોબા, ગાંધીનગર ખાતે માન.મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોરના અધ્યક્ષ સ્થાને તથા નરહરિ અમીન (ઉપાધ્યક્ષ, રાજય આયોજન પંચ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. જેમાં કુલ ૩,૦૯૪ લાભાર્થીઓને રૂ. ૩,૬૪,૦૬,૦૨૬ ની સહાય કરવામાં આવી હતી.

આ પ્રસંગે શંભુજી ઠાકોર (ધારાસભ્યશ્રી, ગાંધીનગર-દક્ષિણ), એસ. કે. લાંગા (કલેકટરશ્રી, ગાંધીનગર), ડો. રતનકંવર ગઢવીચારણ (કમિશનર ગાંધીનગર મહાનગરપાલિકા), શ્રી હિતેષ કોયા (જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર), નૈલેષભાઇ શાહ (ગાંધીનગર જિલ્લા પ્રમુખ, ભાજપ), આશિષભાઇ દવે (પૂર્વ ચેરમેન-ગુડા), આઇ. બી. વાઘેલા (મહામંત્રી-ગાંધીનગર જિલ્લા ભાજપ), શોભનાબેન વાઘેલા (ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ), ગાંધીનગર જિલ્લાના અને ગાંધીનગર તાલુકા, માણસા તાલુકા, દહેગામ તાલુકા, કલોલ તાલુકાના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ તથા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)