Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત જનારા

૩૨,૯૧૪ હજ અરજદારો માટે સોમવારે ડ્રો

ચાલુ વર્ષે કુલ ૩૩,૫૪૬ અરજીઓ આવી હતી, જે પૈકી ૬૩૨ અરજી રિઝર્વ કેટેગરીની

અમદાવાદ તા.૪: ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જનારા ગુજરાતના હજયાત્રીઓ માટે આગામી તા.૭ જાન્યુઆરીના રોજ હજ ડ્રો(કુર્રા) કરવામાં આવશે. ગુજરાત રાજ્ય હજ સમિતિના સેકશન ઓફિસર મુબિન સિદ્દીકીએ એક વાતચીતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ચાલુ વર્ષે ૩૩૫૪૬ અરજદારોએ અરજી કરી હતી. તે પૈકી ૭૦ વર્ષ કે તેથી વધુ વયના રિઝર્વ કેટેગરીના અરજદારોની કુલ સંખ્યા ૬૩૨ છે. જેઓને ડ્રો વિના કન્ફર્મ કરવામાં આવશે એટલે આ ૬૩૨ બેઠકો બાદ કરતા બાકીની ૩૨૯૧૪ બેઠકો માટે ડ્રો (કુર્રા) કરવામાં આવશે. હજ સમિતિના સચિવ આર.આર. મન્સુરીએ એક યાદીમાં જણાવ્યું છે કે, હજ ૨૦૧૯ માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી ૭-૧-૨૦૧૯ને સવારે ૧૨ કલાકે ગાંધીનગર સેકટર ૧૭ સ્થિત ટાઉન હોલમાં હજ ડ્રો (કુર્રા)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો  છે. ડ્રોમાં પસંદગી માટે સીટોનો કવોટા હજ કમિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જે મુજબ ગુજરાત રાજયને ફાળવેલ કવોટાના આધારે ડ્રો કરવામાં આવશે. ડ્રોનું આયોજન ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્વર ઉપર કરવામાં આવશે અને ડ્રોમાં સફળ થયેલા ઉમેદવારોને એસએમએસ દ્વારા તેની જાણ કરવામાં આવશે.

(3:04 pm IST)