Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

નાના નાના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજીમાં પ્રોજેકટ સમજાવી રહ્યા છે, તે જોઇ અત્યંત આનંદ થયો: શા.માધવપ્રિયદાસજી સ્વામી

ભારત એક પ્રેરણા થીમ પર SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા કાર્નિવલનું ઉદઘાટન

  અમદાવાદતા. વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિત ખીલી ઉઠે, તેઓમાં આત્મવિશ્વાસ જાગે, ટીમવર્ક, કમ્યુનિકેશન સ્કીલ તેમજ આધુનિક સાધનોનો રચનાત્મક ઉપયોગ કરતા શીખે તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે છારોડી ખાતે તા.--૨૦૧૯ થી તા.--૨૦૧૯ દરમ્યાન ભારત - એક પ્રેરણા થીમ આધારિત કાર્નિવલ યોજવામાં આવેલ છે.

   જેમાં ભારતમાં વિવિધતામાં એકતા, ભારતીય શાસ્ત્રો, યોગ, આયુર્વેદ, ભારતીય ઇતિહાસના પ્રાચીન અને અર્વાચીન શસ્ત્રો, ગણિત અને વિજ્ઞાનમાં ભારતનું પ્રદાન, ભારતીય સંગીત, રમત ગમત વગેરે ભાગો રહેલા છે. જેમાં  SGVP ઇન્ટરનેશનલ સ્કુલના ૧૫૦૦ બાળકો અને ૧૨૦ શિક્ષકોના પરિશ્રમથી અેક આગવા પ્રદર્શનનું ઉદઘાટન સંસ્થાના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, જયદેવભાઇ સોનાગરાના હસ્તે  કરવામાં આવ્યું હતું.

   આ ઉપરાંત કાર્નિવલમાં પ્રદર્શિત કરેલ પ્રોજેક્ટરોને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે મુલાકાતીઓને અંગ્રેજી ભાષામાં જે સમજણ આપી રહ્યા છે, તેથી મુલાકાતીઓ અત્યંત પ્રભાવિત થઇ રહ્યા છે. અને સકારાત્મક અભિપ્રાય આપી વાલીઓ જણાવે છે કે, આવા આયોજન વિદ્યાર્થીઓ માટે તેમજ વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.

આ કાર્નિવલના ઓપનીંગ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામી આ કાર્નિવલમાં જે જે શિક્ષકોએ  રાત દિવસ કરેલ અથાગ પરિશ્રમ તેમજ  સહકારના અમુલ્ય  ફાળાને બિરદાવતા કહ્યું હતું કે નાના નાના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે  અંગ્રેજીમાં પ્રોજેકટ સમજાવી રહ્યા છે, તે જોઇ અત્યંત આનંદ થયો. સ્કુલના પ્રિન્સીપાલ પ્રિન્સીપાલ શ્રીમતી પદ્મા કુમારે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ બિરદાવ્યા હતા. કાર્નિવલ પ્રદર્શન દરેક માટે ખુલ્લુ રાખવામા આવેલ છે. તા. થી જાન્યુઆરી દરમ્યાન સમય બપોરે -૩૦ થી -૩૦ રહેશે.

 

 

(2:20 pm IST)