Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદની ઉદગમ સ્કૂલ દ્વારા વધારે લેવાયેલી ૩ કરોડ જેટલી ફી વાલીઓને પરત ચુકવા આદેશ

વાલીઓને તફાવતની રકમ ડીમાન્ડ ડ્રાફટથી ચુકવાશે.

અમદાવાદ :ફાઈનલ ફી કરતા વધુ ફી ઉઘરાવવાની વાલીઓની ફરિયાદ બાદ ફી કમિટીએ ઉદગમ સ્કૂલે ફી પરત કરવાનો આદેશ કરતા ઉદગમ સ્કૂલ દ્વારા વધારે લેવાયેલી ૩ કરોડ જેટલી ફી વાલીઓને પરત ચુકવાશે .૩ હજારથી લઈને ૨૫ હજાર સુધીના વિદ્યાર્થી દીઠ તફાવત સાથે વાલીઓને તફાવતની રકમ ડીમાન્ડ ડ્રાફટથી ચુકવાશે.

  ઉદગમ સ્કૂલ દ્વારા ચાલુ વર્ષ માટે એટલે કે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ત્રણ ક્વાર્ટરની ફી ઉઘરાવી લીધા બાદ ફી કમિટી દ્વારા ફાઈનલ ફી નક્કી કરવામા આવી હતી. જેમાં ફી કમિટીએ ઉદગમ સ્કૂલની પ્રી પ્રાયમરીથી માંડી ધો.૧૨ સુધીના જુદા જુદા ધોરણની જુદી જુદી ફાઈલન ફી નક્કી કરી છે.

 ઉદગમ સ્કૂલ દ્વારા જે ફી આ વર્ષે ઉઘરાવાઈ છે, તેના કરતા ફાઈનલ ફીમાં ૩ હજારથી લઈને ૨૫ હજાર સુધીનો તફાવત વિવિધ ધોરણ પ્રમાણે છે. જેથી ફી રેગ્યુલેટર સમિતિના અનુસાર ઉદગમ સ્કૂલ વાલીઓની બાકી રહેતી ફીની રકમ પરત કરશે.

(2:17 pm IST)