Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગાંધીનગરમાં વિજ્ઞાન જાથાની રવિવારે રાજય કક્ષાની મીટીંગ

અશોક કાલરીયા અને વિનોદકુમાર મલ્લ વિજ્ઞાનની સફર કરાવશે : તા. ૬ ના રવિવારે સાંજે પ વાગ્યે હોટલ ગ્રાન્ફ ક્રિષ્ના, સુપર મોલ, ઘ-૦ ગાંધીનગર ખાતે આયોજીત મીટીંગમાં ઉદ્યોગપતિ મગનભાઇ પટેલ અને સામાજીક અગ્રણી ભીમજીભાઇ નાકરાણી, સમાજ સુધારક તખતસિંહ પરમાર, ઉમિયા દર્શનના તંત્રી દિલીપભાઇ વાછાણી તેમજ ગાંધીનગર રેશનલ સમાજના પ્રમુખ ભાનુપ્રસાદ પુરાણી, મંત્રી પંકજભાઇ પટેલ, નિસર્ગ વિજ્ઞાન કેન્દ્રના ડો. અનિલભાઇ પટેલ, નિવૃત્ત કલેકટર પી. કે. ગઢવી, નિવૃત્ત નાયબ સચિવ વાગ્મીન બુચ ઉપસ્થિત રહી જાથાની પ્રવૃત્તિને વેગ આપશે : વ્યાખ્યાનનો લાભ લેવા ઇચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવી લેવા જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની અપીલ : એપ્રિલમાં રાજકોટ અમદાવાદ ખાતે જાથાના સદસ્યોનું મહાઅધિવેશન

(11:44 am IST)