Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પાલનપુરમાં AWE પહેલા બે રેસલર વચ્ચે જાહેરમાં મુકાબલો :ચોકસ્લેમ મારી રેસલરે કારના ડુચ્ચા કાઢ્યા

શોની ટિકિટો વેચવા મામલે જાહેરમાં મારામારી:સાત ફૂટના રેસલરે સન્ની પ્રજાપતિને ઉઠાવી માથું ભટકાવ્યાં બાદ ઉઠાવી કારમાં પછાડ્યો

 

પાલનપુરમાં યોજનારા AWE મહામુકાબલા પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. શોની ટિકિટો વેચવા મામલે બે રેસલરોએ જાહેરમાં મારામારીની ઘટના બની છે. રેસલર સની પ્રજાપતિને અન્ય રેસ્લરે જાહેરમાં માર માર્યો. ત્યારે રેસલર દ્રારા જાહેરમાં મારમારી કરતા વિવાદ વધુ વકર્યો છે.

મારામારીની સમગ્ર ઘટના અંગે પોલીસ અજાણ છે. જોકે એક વિફીઓ વાયરલ થયો છે વીડિયોમાં જોઇ શકાય છે કે એક સાત ફૂટના રેસલરે સન્ની પ્રજાપતિને ઉઠાવી પહેલા તેનું માથું ભટકાળ્યું અને ચોકસ્લેમ જેવો અંડરટેકર કે કેન મુવ મારે તેમ ઉઠાવી કારમાં પછાડ્યો હતો .

(9:57 pm IST)