Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પાલનપુરમાં બાથરૂમમાં નહાવા ગયેલ યુવાનનું મોત :પરિવારમાં કરુણ કલ્પાંત

બાથરૂમમાં ગેસગિઝરથી ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હોવાનુંપ્રાથમિક તારણ

 

પાલનપુર શહેરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં આવેલા સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષીય યુવકનું બાથરૂમમાં મોત નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાના મોતથી પરિવારજનોના કરુણ કલ્પાંતથી હ્ર્દય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.

   અંગેની વિગત મુજબ, પાલનપુર શહેર ના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં આવેલા સુવિધા એપાર્ટમેન્ટમાં દિનેશભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. જેઓનો ૧૯ વર્ષીય પુત્ર દેવેન બાથરૂમ માં ન્હાવા ગયો હતો. જ્યાથી તે બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેના પરિવારજનોમાં રોકકળ મચી ગઈ હતી.

  જુવાનજોધ દિકરાનું બાથરૂમમાં ગેસગિઝરથી ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે. ત્યારે પરિવારનો કુલદીપક બુઝાતા તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

 

(11:22 pm IST)