Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અરવલ્લીના મેઘરજમાં સરકારી સ્કૂલમાં શિક્ષકો તાળું મારીને જતા રહ્યા શિક્ષકો ;આખી રાત સ્કૂલમાં પુરાઈ ગયો વિદ્યાર્થી

શિકારી ગામની સરકારી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો મૌલિક ઘેર પાછો નહીં આવતા પરિવારજનો ચિંતાતુર

 

અરવલ્લીના મેઘરજ ખાતે આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષકોની બેદરકારીના કારણે વિદ્યાર્થી આખી રાત સ્કૂલમાં પુરાઈ રહ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

 મળતી વિગત પ્રમાણે મેઘરજના શિકારી ગામની સરકારી પ્રાથમિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો મૌલિક ખરાદી ગઈકાલે રાબેતા મુજબ સ્કૂલે ગયો હતો પણ સાંજે ઘરે પાછો નહી આવતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.

  પરિવારજનોએ આખી રાત શોધખોળ કર્યા બાદ સવારે 6 વાગ્યે મૌલિક શાળામાંથી મળી આવ્યો હતો.સાંજે શાળા બંધ કરાઈ તે વખતે શિક્ષકોએ સ્કૂલમાં કોઈ બાળક રહી નથી ગયુને તે જોવાની તસ્દી પણ લીધી નહી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો

(11:33 pm IST)