Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

જીએસટી પત્રકમાં લાગતી લેટ ફી માફીનો લાભ ડિફોલ્ટરોને મળશે ! ?

લેટ ફી ભરી દીધી છે તેને પણ લાભ મળવો જોઇએ.તેવી લાગણી

 

વડોદરા :જીએસટી દ્વારા સેન્ટ્રલ ગુજરાત ટેક્સ બાર એસોસિયેશન અને બરોડા ટેક્સ બાર એસોસિએશને અગાઉ જે 13 માગણીઓ રજૂ કરી હતી. તેમાં પાંચ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને બાકીની આઠ માગણીઓ અંગે હવે પછી નિર્ણય લેવાશે. તેમ જાણવા મળ્યું છે. જે પાંચ માગણીઓ સ્વીકારી છે. તેમાં જીએસટી પત્રકમાં લાગતી લેટ ફી માફ કરવાનો પણ સમાવેશ થાય છે.

જો કે આનો ફાયદો ડિફોલ્ટરોને થશે એટલે કે, જેણે જુલાઈ 2017 રિટર્ન ભર્યું નથી. તેને લેટ ફી ભરવામાં માફી મળશે પણ જેણે ટેકનિકલ કારણોસર પત્રક ભરવામાં વિલંબ થયો છે અને લેટ ફી ભરી દીધી છે તેને પણ લાભ મળવો જોઇએ.

  જુલાઈ 2018માં અમદાવાદ ખાતે 26 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશના 217 વ્યવસાયકારો જીએસટી મુદ્દે એક થયા હતા અને રજૂઆતોમાં સમાંતર રહે તે માટે નેશનલ કમિટી રચી હતી જેણે ગયા નવેમ્બર મહિનામાં ભારતના દરેક પ્રદેશથી જીએસટી કાયદામાં સુધારા માટે એક સરખી રજૂઆતો કરી હતી.

(9:00 am IST)