Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

નડિયાદના બિલોદરા ચોકડી નજીક પીકઅપ વાન અને બે બાઈક વચ્ચે અકસ્માત :17થી વધુ ઘાયલ :10 ગંભીર

તમામ ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

 

ખેડા જિલ્લાના નડિયાદ પાસે બિલોદરા ચોકડી પાસે પીકઅપ વાન અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 17થી વધુ લોકો ઘાયલ થયા છે જેંમા 10થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહયું છે પોલીસ કાફલો અને એમ્બ્યૂલન્સ ઘટનાસ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે.

    મળતી વિગત મુજબ નડિયાદ પાસે બિલોદરા ચોકડી પાસે પીકઅપ વાન અને બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 10ની હાલત ગંભીર જણાઇ રહી છે જયારે 5થી વધુ લોકોને 108 એમ્બ્યૂલન્સ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. તમામ ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(12:29 am IST)