Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઉતરાયણ બાદ ઓનલાઇન ફૂડ કંપનીઓ હોમ ડિલિવરી કરશે બંધ

રેસ્ટોરન્ટ એસોસિએશને હોમ ડિલિવરી કરતી ફૂડ કંપનીઓને નોટીસ મોકલાવી

 

અમદાવાદ :ઘરે બેઠા મનપંસદ વિવિધ વાનગીઓને આરોગવાના શોખીનોને આવનારી પંદરમી જાન્યુઆરીથી ઘરે બેઠા ભોજન ના મળે તો નવાઇ નહિ,કારણ કે અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશને હોમ ડિલિવરી કરતી ફૂડ કંપનીઓને નોટીસ મોકલાવી છે. નોટિસ જાણીતી ફૂડ ડિલેવરી કંપની ઝોમેટો, સ્વિગી, ઉબેર ઇટ્સ જેવી બ્રાંડનો સમાવેશ થાય છે.

 

  ઓનલાઇન ફૂડ ડિલેવરી કંપનીઓથી અમદાવાદ રેસ્ટોરન્ટ એસોશિએશન રેસ્ટોરન્ટના કમિશનને લઇને નારાજ છે, પોતાની નારાજગી દૂર નહીં થાય તો એસોશિએશન આગામી 15 જન્યુઆરીથી અમદાવાદમાં ઓનલાઇન ફૂડ ડિલેવરી કંપનીઓને વિવિધ રેસ્ટોરન્ટમાંથી ફૂડ આપવાની મનાઇ કરશે.

  જેમને નોટીસ મોકલવામાં આવી છે તેમાં ઝોમેટો, સ્વિગી, ઉબેર ઇટ્સ અને ફૂડ પાંડા જેવી કંપનીઓ સામેલ છે. અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશનની જો વાત માનીએ તો કંપનીઓ પંદર ટકાથી વધુનું કમિશન મેળવે છે. ફૂડની હોમ ડિલવરી કરતી કંપનીઓની ડિમાન્ડ વધતા તેઓ તેમનું કમિશન વધારવાનું પણ દબાણ કરી રહી છે.

 એક અંદાજ મુજબ અમદાવાદમાં 4 હજાર જેટલી રેસ્ટોરન્ટ આવેલી છે. એક રેસ્ટોરન્ટ પૈકી ઓછામાં ઓછાં 20 વિવિધ ફૂડ ઓર્ડર આવે છે. તે જોતા એકલા અમદાવાદમાં રોજના 80 હજાર ઓર્ડર આવે છે. આમ હોમ ડિલિવરી કરતી કંપનીઓની ઇજારશાહી વધતા તેમણે કમિશન વધારવાનું દબાણ કરી રહી છે. અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશને તેમની ઇજારશાહી તોડવા સક્રિય થયું છે

(12:52 am IST)