Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ડિંડોલીની બાળકી પર બળાત્કાર કેસમાં દરરોજ ટ્રાયલ થશે: સાક્ષીઓને મોકલાતા સમન્સ

સુરત: ડિંડોલીમાં રહેતી બાળકી પર બળાત્કારના કેસમાં હવે રોજ ટ્રાયલ થશે આગામી ૫મી જાન્યુઆરીના રોજથી ૯મી જાન્યુઆરી સુધી આ કેસની રોજ ટ્રાયલ થશે. દરમિયાન આ કેસમાં સાક્ષીઓ સામે પણ સમન્સ ઇશ્યુ થવાની શરૂઆત થઇ ગઇ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ડિંડોલીમાં ઍક જ સમયગાળામાં બે બાળકીઓ પર બળાત્કાર ગુજારાયા હતા અને બાદ અઠવા પોલીસમાં ૧૩ વર્ષિય તરૂણી પર બળાત્કારની ઘટના બની હતી.
   હાલ સાક્ષીઓને સમન્સ ઇશ્યુ કરવામાં આવી રહ્ના છે. હવે આગળ જતાં તમામની તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે રાજય સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિંડોલીના બે અને અઠવા પોલીસ મથકના ઍક કેસમાં સ્પેશિયલ પીપી તરીકે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી હતી

   આવા કેસો ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પુરી કરાય રોજબરોજ કેસ ચલાવવામાં આવે ખાસ પેરવી ઓફિસરની નિમણૂક કરાશે પીડિતા બાળકીઓને ૪.૫૦ લાખનું વળતર અપાશે

(10:47 pm IST)