Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પલસાણામાં સ્ટેટ મોનિટરિંગની ટીમે સપાટો બોલાવ્યો : ૬૦ લાખના દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવર ઝડપી પાડ્યો

દારૂ લાવનાર, મોકલનાર અને ડિલિવરી લેનાર સહિત નવ સંડોવાયેલા ભાગેડુ આરોપીઓની શોધખોળ

સુરત :પલસાણામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે 60 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધો છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે તેમજ દારૂ લાવનાર,મોકલનાર અને ડિલિવરી લેનાર સહિત નવ ભાગેડુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

આ અંગનેય વિગત મુજબ નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરીંગ સેલનાïઅો તરફથી રાજ્યમાં ગેરકાયદે પ્રોહિબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અનુસંઘાને પ્રોહી પ્રવૃત્તિને સંદતર અટકાવવા ને. હાï. નં. ૪૮ ઉપર વોચ પેટ્રોલિંગ દરમિયાન અ.હે.કો. ગુલાબભાઈ ગોપાળભાઈï, પો.કો. વિષ્ણુભાઈ પ્રભાત ભાઈ અને અ.પો.કો. નાથુભાઈ ભવાનભાઈïને તેમના ખાનગી બાતમી મળી હતી

   બાતમી મુજબ મહારાષ્ટ્રના નવાપુર ખાતે નીતિન પાટીલ, કમલેશ મારવાડી, પંકજ નામદેવ સોનવણે, રોશન ઉમેશ ઠાકુર, સોહનલાલ મારવાડીનાઅો ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ દમણથી હર્ષદ ભંડારી, કેતન દિલીપ ભંડારી અને દિનેશક અશોક દેવરે, સંજય સેલવાસનાઅોઍ ભાગીદારીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પાયે સપ્લાય કરવાનો ધંધો કરતા હોય તેઅોની પાસેથી મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઍ ગેરકાયદેસર રીતે પહોîચાડે છે અને તે માટે હાલમાં ઍક ટાટા ટ્રક નં. ઍમ.ઍચ.૧૮. ઍસી.ï૭૧૪૯માં દમણથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથથો ભરી મહારાષ્ટ્રના નવાપુર ખાતે ઉપરોક્ત ઈસમોને પહોîચાડવા દમણï મોકલેલ હોય જે ટ્રક વાયા પલસાણા ચાર રસ્તા થઈને નવાપુર ખાતે જનાર છે તે દરમિયાન નાથુભાઈ ભવાનભાઈïને મળેલી અંગત બાતમીના આધારે જિલ્લાના પલસાણાની હદમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે ૬૦ લાખના દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રક ડ્રાઇવર પોલીસને જોઈ ભાગવા જતા પકડાઈ ગયો હતો. ૧૩૨૨ પેટી દારૂની કિંમત ૬૦ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

   પોલીસ સૂત્રોઍ જણાવ્યું હતું કે, પલસાણાની હદમાં આવેલા હિમાલય હિન્દુ હોટેલ પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવી રહ્ના હોવાની બાતમી મળી હતી. જેને લઈ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી. પોલોસની ટીમને જોઈ ટ્રક ડ્રાઇવર ભાગી જવાનો પ્રયાસ કરતા તેને પકડી લેવાયો હતો. હાલ પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી તેની પૂછપરછ કરી રહી છે. જેમાં દારૂ લાવનાર, મોકલનાર અને ડિલિવરી લેનાર સહિત ૯ જેટલા સંડોવાયેલા ભાગેડુ આરોપીઓને પોલીસ શોધી રહી છે.


વોન્ટેડ આરોપીઅોના નામ આ મુજબ છે


ˆ હર્ષદ ભંડારી (દમણ)
ˆ કેતન દિલિપ ભંડારી (વાપી)
ˆ દિનેશ અશોક દેવરે (નવસારી)
ˆ સંજય (સેલવાસા)
ˆ સમીર રમઝાન (નવાપુર)
ˆ કમલેશ મારવાડી (નવાપુર)
ˆ પંકજ નામદેવ સોનવણે (નવાપુર)
ˆ રોશન ઉમેશ ઠાકુર (દમણ)
ˆ બાબુ સોહનલાલ મારવાડી (બારડોલી)
ˆ નિતીન પાટીલ (નવાપુર)

(10:29 pm IST)