Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પતંગોત્સવમાં ભીડ એકત્ર કરવા પ્રાથમિક શિક્ષકોને હાજર રહેવા ફરમાન

ચૂંટણી,વસ્તી ગણતરી બાદ હવે પતંગોત્સવમાં મુકદર્શક બની હાજરી આપવા કહેણથી કચવાટ

અમદાવાદ :આગામી છઠ્ઠી જાન્યુઆરીના રોજ પતંગોત્સવનું આયોજન કરાયું છે પતંગોત્સવમાં ભીડ એકત્ર કરવા પ્રાથમિક શાળાના શિક્ષકોને પતંગોત્સવમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યુ છે. એક અંદાજ પ્રમાણ  એક હજાર શિક્ષકોને પતંગોત્સવમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

     ચૂંટણી અને વસતી ગણતરીનું કામ કરતા શિક્ષકો હવે પતંગોત્સવમાં મુકદર્શક બનીને હાજરી આપવાના છે.

  ગત દિવસે પોરબંદરમાં સરકારી કાર્યક્રમોમાં શિક્ષકો પાણી પીવડાવશે તેવો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમા  ગરીબ કલ્યાણ મેળામાં લોકોની બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થાની શિક્ષકોને સોંપવામાં આવી હતી.

(8:35 pm IST)