Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય :રવિવારે સવારે 11 વાગ્યે હવે 2500 સેન્ટરમાં લેવાશે પરીક્ષા

અચાનક સમયમાં ફેરફાર કરતા મુશ્કેલી થવાની શકયતા :નવા સેન્ટરો ફાળવાયા

અમદાવાદ :લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ માટે 6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરાયો છે સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી 4 વાગ્યાના હતા, જે હવે બદલાઇને બપોરે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે

   આ પરીક્ષા હવે 2500 સેન્ટર પરથી લેવામાં આવશે.લોકરક્ષક દળની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા ભરતી બોર્ડે અચાનક પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. જેને પગલે અનેક છાત્રો મુશ્કેલીમાં મુકાય જાય તેવી શક્યતા છે.

   આ વિશે વાત કરતા લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષા માટે કુલ 2500 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના સેન્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે, અને બીજા નવા સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે. 6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષાની સાથે રેલવે ભરતી બોર્ડની પણ પરીક્ષા યોજાનાર છે. જેથી તેમાંથી મોટા ભાગના કેટલાક સેન્ટરો ફાળવી દેવામાં આવ્યા હોવાથી તે સેન્ટરો કેન્સલ કરી ઉમેદવારોને નવા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.

 

(8:19 pm IST)