Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

LRD પેપરલીક કાંડમાં પ્રિન્ટિંગ પ્રેસના સીસીટીવી ફૂટેજ મળ્યા :એક શખ્શ પેપર ચોરી કરતો જોવાયો

આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર થતા ખૂટતી કડીઓ મેળવી મામલાના મૂળ સુધી પહોંચશે પોલીસ

અમદાવાદ :ગુજરાત પોલીસ LRD પેપર લીક કાંડનો સમગ્ર કેસ ઉકેલી લીધો છે, પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પણ પહોંચી ગઇ છે,તપાસમાં પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં એક શખ્સ પેપરની ચોરી કરતો નજરે પડી રહ્યો છે.

 આ કેસમાં હરિયાણાને બદલે ગુજરાતનું પેપર હાથમાં લાગતાં આ સૂત્રધારોએ આ પેપરનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ કેસમાં 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાથી વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે.

   રાજયભરમાં ચકચાર જગાવનારા લોકરક્ષક દળની ભરતી કાંડના પેપર લીક કાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર વિનય અરોરા, મહાદેવ અસ્તુરે અને વિનોદ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે

  એલઆરડી કાંડમાં પકડાયેલા 3 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે 3 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર થતાં હવે એલઆરડી પેપરલિક કૌભાંડની ખૂટતી કડીઓને પોલીસ જોડીને આ આખાયે મામલાના મૂળ સુધી પહોંચી શકશે. આ ત્રણેય આરોપીઓની દિલ્હી બોર્ડરથી ધરપકડ કરાઇ છે

(7:56 pm IST)