Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદમાં પીઅેસઆઇ દેવેન્‍દ્રસિંહ રાઠોડ આપઘાત પ્રકરણમાં ડીવાયઅેસપી નરેન્‍દ્ર પટેલ સામે ગુન્હો ન નોંધાતા મૃતકના પરિવાર દ્વારા ગુજરાત છોડી દેવાની ચિમકી

અમદાવાદ: ગોળી મારી આપઘાત કરનારા ટ્રેઈની પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનો મૃતદેહ સ્વીકારવા આખરે તેમના પરિવારજનો તૈયાર થયા છે. ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે પીએસઆઈના ઘરની મુલાકાત કરી હતી, અને તેમના આક્ષેપ અનુસાર, ફરિયાદ દાખલ કરવાનો વિશ્વાસ અપાતા આખરે ત્રણ દિવસે પરિવારજનો દેવેન્દ્રસિંહનો મૃતદેહ સ્વીકારશે.

અગાઉ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતના કેસમાં ડીવાયએસપી નરેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાતા મૃતક પીએસઆઈના પરિવારે ગુજરાત છોડી દેવાની ચિમકી આપી હતી. મહત્વનું છે કે, પીએસઆઈએ 31 ડિસેમ્બરના દિવસે ગોળી મારી આપઘાત કર્યો હતો, પરંતુ આજ દિન સુધી તેમનો મૃતદેહ પણ પરિવારજનોએ નથી સ્વીકાર્યો.

પીએસઆઈ રાઠોડના પરિવારજનોએ આજે આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટના સાથે સંકળાયેલા પુરાવાઓનો પોલીસ નાશ કરી રહી છે. કરાઈ એકેડમીમાંથી પણ પુરાવા સાફ કરી દેવાયા છે. સમગ્ર કેસને પાંગળો બનાવી દેવાનું ષડયંત્ર કરાઈ રહ્યું છે, જેથી સીબીઆઈને પણ તપાસ સોંપાય તો પણ કશુંય હાથ લાગે.

ક્રાઈમ બ્રાંચને કેસની તપાસ સોંપાઈ હોવા છતાં હજુ સુધી ક્રાઈમ બ્રાંચના કોઈ અધિકારીએ પોતાનો સંપર્ક કર્યો હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતકના સ્વજનોનું કહેવું છે કે હવે ન્યાય મેળવવાની આશા ધૂંધળી બની છે, તેમજ જે ન્યાય મળશે તે પણ યોગ્ય નહીં હોય તેમ લાગતા હવે તેમણે ગુજરાત છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, મૃતક પીએસઆઈ પોલીસે કબજે કરેલી સ્યૂઈસાઈડ નોટ આપવા પણ માગ કરી રહ્યો છે, જોકે પોલીસ કહી રહી છે કે કોર્ટ ઓર્ડર આપે તે પછી સ્યૂઈસાઈડ નોટ પરિવારને સોંપવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કહી ચૂક્યા છે કે પુરાવા મળે DySP સામે કાર્યવાહી થશે. પરંતુ પરિવારજનો તેનાથી સંતુષ્ટ નથી.

પીએસઆઈ રાઠોડે કરાઈ એકેડમીના પોતાના ઉપરી અધિકારી DySP નરેન્દ્ર પટેલના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે તેવું પોતાની સ્યૂઈસાઈડ નોટમાં લખ્યું હતું. મૃતકની પત્નીએ ગઈકાલે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, DySP પટેલ પતિ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા પણ દબાણ કરતા હતા, જેનાથી તેઓ વ્યથિત હતા.

(4:37 pm IST)