Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વડોદરા નજીક સેવાસી ગામે નોકરી ભરવા બાબતે થયેલ ઝઘડામાં યુવાન પર ચપ્પુથી હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

વડોદરા: નજીક સેવાસી ગામમાં રહેતા કમલેશ રમણ મકવાણાને અક્ષયપાત્ર સંસ્થામાં નોકરી મળી હતી જે અંગે ગામમાં રહેતા મિત્ર રાહુલ દાનસિંહ પુજારાને જાણ કરી હતી. જોકે રાહુલે કમલેશને જાતિ વિષયક અપમાનિત કરતા શબ્દો વાપરી જણાવ્યું હતું કે તમોને ખાલપાઓને તો નોકરી મળી જ જાય ને આ બાબતે ઝઘડો થયા બાદ રાહુલે કમલેશના ગુપ્ત ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે રાહુલના સાગરીતો કિસન મહેન્દ્ર વસાવા, વિષ્ણુ વિનુ વસાવા, અને શૈલેષ વિઠ્ઠલ વસાવાએ લાકડી તેમજ બેટથી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે કમલેશે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(5:31 pm IST)