Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ટ્રેડયુનિયન અધિવેશનમાં ભાવેણાના ૧૦૦ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે

અમદાવાદમાં સીટુનું રાજ્ય સ્તરનું અધિવેશન

ભાવનગર તા. ૩ : સેન્ટર ઓફ ઇન્ડીયન ટ્રેડ યુનિયનનું ૧ર ગુજરાત રાજય અધિવેશન ૪ અને પ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાશે. જેમાં રાજયના શરમજીવીઓ, કર્મચારીઓ અને સેવાર્થીઓના ઉપેક્ષિત પ્રશ્નોની ચર્ચા થવાની છે એવા આ અધિવેશનમાં ભાવનગર જીલ્લાના ૧૦૦ જેટલા આગેવાન પ્રતિનિધિઓ ભાગ લેશે.

સીઆઇટીયુ દ્વારા જણાવાયું છે કે ચેન્નઇ ખાતે ર૩ થી ર૭ ડિસેમ્બર દરમ્યાન રાષ્ટ્રિીય અધિવેશન મળી રહ્યું છે તે પૂર્વે અમદાવાદમાં આ અધિવેશન મંગલભુવન હોલ, લાલ દરવાજા ખાતે મળશે. આ સ્થળને સુબોધ મહેતાનગર નામ અપાશે દેશના આ સૌથી મોટા કામદાર સંગઠનના અધિવેશનમાં ભાવનગરમાં ૧૦૦ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પ્રસંગે સીટુના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતાબેન ઉપસ્થિત રહી સભાને સંબોધન કરશે.

બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં ગુજરાતના શ્રમજીવીઓ, કર્મચારીઓ, અને સેવાઓના ઉપેક્ષિત પ્રશ્નો લઘત્તમ વેતન વધારો, ફિકસ પગારો, આઉટ સોર્સિંગ, આંગણવાડી, આશા ફેસિલીએટર અને મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ, અસંગઠિત અને બાંધકામ કામદારો સહિતના પ્રશ્નોની ચર્ચા કરી તે અંગેના નિર્ણય કરાશે.

૭મી જાન્યુઆરીની રાષ્ટ્રીય હડતાલમાં જોડાવાનો નિર્ણય કરાશે.

(11:41 am IST)