Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગુજરાતમાં ૧૧૦૦-૧ર૦૦ સિંહો હોવાનો અંદાજ

સિંહોની વસ્તી ગણતરીને આડે હજુ પ મહિના બાકી છે પણ એવી ચર્ચા છે કે સંખ્યા બમણી થઇ ગઇ :ર૦૧પ ની ગણતરી મુજબ વનરાજોની સંખ્યા પર૩ હતીઃ છેલ્લા થોડા સમયથી સંખ્યામાં ઝડપથી વધારો : કુલ ૭ જીલ્લામાં સિંહોની હાજરી

અમદાવાદ તા. ૩ :.. ર૦ર૦ ની સિંહોની વસ્તી ગણત્રી હવે પાંચ જ મહીના દુર છે ત્યારે જંગલમાં એવી ગપસપ થઇ રહી છે કે એશિયાઇ સિંહોની વસ્તી કદાચ ૧૦૦૦ નો આંકડો સહેલાઇથી પાર કરી જશે. રાજયના જંગલ ખાતાના અધિકારીઓ સ્વીકારે છે કે ર૦૧પ માં થયેલી સિંહોની ગણત્રીમાં પર૩ સિંહો હતા જે હવે બમણા થઇ ગયા હશે. જંગલ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે સિંહોનો આંકડો ૧૧૦૦ - ૧ર૦૦ સહેલાઇથી પહોંચી શકે છે.

સુત્રોએ કહયું હતું કે રાજયના જંગલ ખાતાની આંતરીક ગણત્રીના અંદાજ મુજબ સિંહોની વસ્તીમાં જોરદાર વધારો થયો છે. આનો અંદાજ એના પરથી પણ આવે છે કે રાજયના સાત જીલ્લાઓમાં સિંહોના પગલા પડી ચૂકયા છે. જેમાં જુનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રગરનો સમાવેશ થાય છે. ચોટીલાથી ર૦ કિ. મી. દુર ઢેઢુકી ગામમાં બે સિંહો આવી ગયાના સમાચારો છાપામાં થોડા સમય પહેલા જ આવ્યા હતાં.

સિંહોની વસ્તી વધી હોવાની વાત પર એમ પણ વિશ્વાસ બેસે એમ છે કેમ કે પ૦૦ થી વધારે સિંહો તો માઇક્રો ચીપ સાથેના છે. જેમની ઉમર ૩ થી ૧૩ વર્ષની છે. જંગલ ખાતાના એક સીનીયર અધિકારીએ કહયું કે જેમને જંગલ ખાતાએ પકડયા હોય અને ઓછામાં ઓછા એકવાર પાંજરે પુરાયા હોય તેવા સિંહના શરીરમાં માઇક્રોચીપ બેસાડાય છે. આ એવા સિંહો છે જે ગામમાં આવી ગયા હોય, કુવામાં પડી ગયા હોય અથવા ગામવાસીઓ પર હૂમલો કર્યો હોય. એટલે આમાં ડુપ્લીકેશન થવાની શકયતા નથી.

નિષ્ણાતો કહે છે કે પ૦૦ સિંહો માઇક્રોચીપ વાળા છે તો ર૦ ટકાથી વધો સિંહો એવા પણ હશે જે પકડાયા નહીં હોય. આ ઉપરાંત ૩ વર્ષથી નાના અને ૧૩ વર્ષથી મોટા સિંહોનો અંદાજ ૪૦૦ નો ગણીએ તો પણ ૧૦૦૦ કરતા સંખ્યા વધી જાય. અન્ય એક સિંહોના સીનીયર નિષ્ણાંતનું કહેવું છે કે સરકાર સાચા આંકડા આપવામાં ડરે છે કેમ કે તેનાથી લોકોમાં ભય ફેલાય અને બીજું કારણ છે કે સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાની માંગણી જોર પકડે.

(11:18 am IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST