Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સુરતઃ લાજપોર જેલમાં કેદીનો શૌચાલયમા ગળેફાંસો ખાઈને આપઘાત : એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા

ધાડ અને લૂંટ કેસમાં જેલમાં સજા ભોગવતા મૃતક કેદી અજય મહંતો મૂળ બિહારનો વતની

સુરત :ધાડ અને લૂંટના કેસમાં લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા કેદીએ આત્મહત્યા કરી લેતાં દોડધામ મચી હતી ગત મોડી રત્રિના સમયે બેરેકમાં જ ગળેફાંસો ખાઈ લેતાં આત્મહત્યા કરી લીધી હતી. આરોપીનું નામ અજય મહન્તે હોવાનું જાણવા મળ્યું છે. સચીન પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ  મુળ બીહારના મુઝફરનગરના અમીઠા ગામના રહેવાસી અને છેલ્લા 6-7 વર્ષથી વાપી અજય મહન્ત રહે છે. અજય મહન્તે એક વર્ષ પહેલા લગ્ન કર્યા છે. અજય મહન્તને બાળકનું સંતાન સુખ પણ પ્રાપ્ત થયું છે. અજય વાપીની એક કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. અજયે વાપી અને વાપી જીઆઈડીસીમાં ધાડ અને લૂંટ જેવા ચાર કેસમાં સંડોવણી હોવાના પગલે પોલીસે તેને ઝડપી પાડયો હતો

  . પોલીસે 13/9/2018 ના રોજ નવસારી જેલમાં મોકલ્યો હતો અને નવસારી જેલમાં કેદીઓની સંખ્યા વધારો થઈ જતા તેને 30/9/2018 ના રોજ સુરત ખાતે આવેલ લાજપોરની જેલમાં ટ્રાન્સફર વોરંટથી મોકલાયો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી અજયે ખાવા-પીવાનું બંધ કરી દીધુ હતું તેમજ માનસિક તણાવમાં રહેતો હતો. દરમિયાન અજયે મોડી રાત્રિના 2.30 થી 3 વાગ્યાના અરસમાં શૌચાલયમાં ફાંસો ખાઈ જતા આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

(9:26 pm IST)