Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

વાપીની મોરાઈ ગામનો સરપંચ અને વચેટિયો લાંચના છટકામાં સપડાયા:સરપંચે 10 લાખની માગી હતી લાંચ

સરપંચે તળાવ ઉંડુ કરવાના કોન્ટ્રાક્ટ અપાવવાના બદલે રૂપિયા 10 લાખની લાંચ માગી : 7 લાખમાં લાંચની રકમ નક્કી કરાઈ:પ્રથમ હપ્તા પેટે 2 લાખ લેતા વચેટિયો એસીબીના હાથે ઝડપાયો

વલસાડના વાપીની મોરાઈ ગ્રામ પંચાયતનો સરપંચ અને વચેટિયો લાંચના છટકામાં સપડાયા છે. સરપંચ પ્રતિક પટેલ વતી લાંચ લેતો વચેટિયો જગદીશ પટેલ ACBના રંગે હાથે ઝડપાયો છે. લાંચ માગનાર મોરાઈ ગામનો સરપંચ પ્રતિક પટેલ હાલ વોન્ટેડ જાહેર થયો છે. સરપંચે તળાવ ઉંડુ કરવાના કોન્ટ્રાક્ટ અપાવવાના બદલે રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. રૂપિયા 7 લાખમાં લાંચની રકમ નક્કી કરાઈ હતી. અને તેના પ્રથમ હપ્તા પેટે 2 લાખ લેતા વચેટિયો એસીબીના હાથે ઝડપાયો હતો.

(11:32 pm IST)