Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જિલ્લાનાં આંગણવાડી કાર્યકર મહિલાનું લગ્નજીવન બચાવતી રાજપીપળા અભયમ હેલ્પલાઇનની ટીમ

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકા પાસેના ગામથી એક પરિણીત મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે મારા પતિ વ્હેમ કરી ઝગડા કરતા હોય માટે હું અઢી મહિના થી પિયર માં રહેતી હતી આજે રસ્તે મળ્યા સારીરીતે વાત કરી અને પછી મારી બાળકી લઈને જતા રહ્યા છે અને હવે આપવા નાં પાડે છે. જેથી રાજપીપલા અભયમ રેસ્ક્યું ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉન્સેલીંગ કરી પારિવારિક ઝગડા નું સમાધાન કરાવ્યું હતું.                             

મળતી માહિતી મુજબ પરિણીતા બહેનનાં જણાવ્યા મુજબ તેમના લગ્નનાં ત્રણ વર્ષ થયાં છે. અને બે વર્ષની બાળકી છે. મારા પતિ સરકારી નોકરી કરે છે અને હું પણ આંગણવાડી કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું અને નર્મદા ઘાટ પાસે ગાયિકા તરીકે ત્યાં પણ નોકરી કરું છે. જેથી સાંજનાં સમયે મારે ત્યાં આરતી માટે જવું પડે છે. તો મારા પતિ મને નોકરી કરવા પણ નાં પાડે છે અને વ્હેમ કર્યા કરે કે તારા અફેર છે અને મોબાઇલ પર જ વાત કર્યા કરે છે. અને મારા મમ્મી પપ્પાને પણ અપશબ્દો બોલે છે. ખોટા આરોપ લગાવી મારા બીજા વ્યક્તિ ઓ સાથે સબંધ છે એવી રીતે રોજ માનસિક ત્રાસ આપે છે, માટે હું મારા પિયર જતી રહી હતી. અઢી મહિના થી હું ત્યાં જ રહું છું આજે રસ્તે મળ્યા તો એમને જોઈને ઉભા રહી બાળકીને રમાડતા હતા અને અચાનક ગાડી પર બેસાડી ઝગડો કરી લઈને જતા રહ્યા અને આપવાની નાં પાડે છે. ત્યારબાદ પરિણીતા બહેનને ત્યાં લઈ જઈ બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉનસેલિંગ કર્યું અને શાંતિ પૂર્વક સમજાવ્યા કાયદાકીય માહિતી આપી ત્યારબાદ તેમને ભૂલો સમજાય અને ખોટા વહેમો રાખ્યા વગર કોઈ પણ રીતે હેરાનગતિ નાં કરશે અને બાળકી અપાવી તેમજ  પરિણીતા બહેનનાં સાસરી પક્ષ નાં સભ્યોને પણ સજાવ્યા અને તેમની બાળકી અપાવી તેમજ તેમને પણ સાસરી માં રહેવા માટે સોંપેલ અને બંને પક્ષો સારી રીતે રહેવા જણાવતા જેની બાહેંધરી આપતાં પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. અને અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

(10:44 pm IST)