Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોલીસમાં ખોટી ફરિયાદ આપતા પણ ચેતજો: રાજપીપળાનાં રાજપૂત નગરમાં રહેતા શખ્સે ખોટી અરજી આપતા હેડ કોન્સ્ટેબલે આપી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજપૂત ફળિયામાં રહેતા એક શખ્સે ખોટી માહિતી વાળી અરજી પોલીસમાં આપતા હેડ કોન્સ્ટેબલ એ તેની સામે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી અનુસાર હે.કો. તરૂણ ભાઈ રમેશભાઈ બ. નં.772 નોકરી રાજપીપળા પો.સ્ટે. નાઓએ આપેલી ફરિયાદ મુજબ ચીમનભાઈ બુચીયાભાઈ વસાવા રહે, મકાન નંબર-૪૫ રાજપુતનગર રાજપુતવાડીની પાછળ રાજપીપલાએ (૧) કલ્પનાબેન ભગવાનસિંહ રાજપુત તથા (૨) દવે સુરેશભાઈ સામે હાની તેમજ ત્રાસ પહોચાડવાના ઇરાદાથી જાહેર સેવક પાસે તેની કાયદેસરની સત્તાનો દુર ઉપયોગ કરાવવાના ઇરાદાથી જાણીબુઝીને ઇરાદાપુર્વક અરજીમાં માહીતી જણાવી અને માહીતી ખોટી હોવાનુ પોતે માનતા અને જાણતા હોવા છતા રાજ્ય સેવકને ખોટી માહીતી આપી ગુન્હો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:40 pm IST)