Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ગ્લોબલ હેલ્થ લિ.નો આઈપીઓ આજથી ખુલ્યોઃ ૭મીએ બંધ

અમદાવાદઃ બ્રાન્ડ 'મેદાન્તા' અંતર્ગત પાંચ હોસ્પિટલો (ગુરૃગ્રામ, ઇન્દોર, રાંચી, લખનૌ અને પટણા) અને એક નિર્માણાધિન હોસ્પિટલ (નોઇડામાં)નું નેટવર્ક ધરાવતી ગ્લોબલ હેલ્થ લિમિટેડ આઇપીઓ આજથી ખુલ્યો છે. જે સોમવાર, ૦૭ નવેમ્બર,ના રોજ બંધ થશે.ઓફરની પ્રાઈસ બેન્ડ ૨ની ફેસ વેલ્યુ ધરાવતા ઇકિવટી શેરદીઠ  ૩૧૯થી ૩૩૬ નકકી કરવામાં આવી છે.

બિડ લઘુતમ ૪૪ ઇકિવટી શેર અને પછી ૪૪ ઇકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં ૫,૦૦૦.૦૦ મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા ૫૦,૭૬૧,૦૦૦ ઇકિવટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વિક્રેતા શેરધારકોમાં ધ કાર્લાઇલ ગ્રૂપની સંલગ્ન કંપની અનંત ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ૫૦,૬૬૧,૦૦૦ ઇકિવટી શેર અને સુનિલ સચદેવા  ૧૦૦,૦૦૦ ઇકિવટી શેરના વેચાણની ઓફર સામેલ હશે.કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ એની બે પેટાકંપનીઓ જીએચપીપીએલ અને એમએચપીએલમાં રોકાણ માટે, આ પેટાકંપનીઓની ૩,૭૫૦.૦૦ મિલિયન સુધીની વિવિધ લોનની આંશિક કે સંપૂર્ણ પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે ડેટ કે ઇકિવટી શેર સ્વરૃપે કરવાનો ઇરાદો ધરાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)