Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડનો આઈપીઓ ખુલ્યોઃ ૭મીએ થશે બંધ

(કેતન ખત્રી), અમદાવાદઃ બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ એ ભારતીય નાસ્તા અને મીઠાઈઓનું વેચાણ કરતી ભારતની ત્રીજી સૌથી મોટી એથનિક સ્નેકસ કંપની તથા ભારતના ઓર્ગેનાઇઝડ સ્નેકસ માર્કેટની બીજી સૌથી ઝડપથી વિકસી રહેલી કંપની છે, જે આંતરરાષ્ટ્રીય પદચિહ્નો પણ ધરાવે છે. બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડે તેની સૌપ્રથમ પબ્લિક ઓફર માટે ઇકિવટી શૅર દીઠ રૃા.૨૮૫થી રૃા.૩૦૦નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો છે.

આ કંપનીનો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્યો છે અને સોમવાર, ૦૭ નવેમ્બરના રોજ બંધ થશે.

રોકાણકારો ઓછામાં ઓછા ૫૦ ઇકિવટી શેર માટે અને ત્યારબાદ ૫૦ ઇકિવટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.ઇકિવટી શેરદીઠ ય્ફૂ૧ની ફેસ વેલ્યૂ ધરાવતો આ ઇશ્યૂ વર્તમાન શેરધારકો અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઓ દ્વારા ૨૯,૩૭૩,૯૮૪ સુધી સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (ઓએફએસ) છે.૩૦જૂન ૨૦૨૨ કંપની ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંચાલન કરી રહી છે તથા ઉત્તર અમેરિકા, યુરોપ, મીડલ ઇસ્ટ, આફ્રિકા અને એશિયા પેસિફિક સહિત ૨૧ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરી રહી છે, જે તેના ખાદ્યઉત્પાદનોના વેચાણનો ૩.૨૦ટકા હિસ્સો થવા જાય છે.

(3:54 pm IST)