Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

બૂકીઓનો બીજો અંદાજ : નરેન્‍દ્રભાઇનું વાવાઝોડુ ફરી વળતા હવે ભાજપને ૧૩૦ તો આપને ૧૬ થી ૧૮ કોંગ્રેસને ૨૫ બેઠકો મળશે

પ્રથમ અંદાજમાં સટ્ટાખોરો ભાજપને ૧૦૪ થી ૧૦૭ બેઠકો આપતા'તા : હાલ ચિત્ર ફરી ગયું... : ત્રીજો અંદાજ ૬ તારીખ પછી તો ફાઇનલ ભાવ - બેઠકો ઉમેદવાર ફાઇનલ થયે જાહેર થશે

રાજકોટ તા. ૩ : તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતના બુકીઓએ વડાપ્રધાનની સભાઓ પહેલા પ્રાથમિક અંદાજમાં ભાજપને ૧૦૪ થી ૧૦૭, કોંગ્રેસને ૫૦ થી ૫૨ તથા આપને ૧૭ બેઠકો મળશે તેવો અંદાજ મુકયો હતો પરંતુ ત્‍યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇની સૌરાષ્‍ટ્રમાં જામનગર - જામકંડોરણા - જૂનાગઢ - રાજકોટમાં જાહેરસભાઓ - ઉમટી પડેલી માનવમેદની - ઉતર ગુજરાત, વડોદરા, અમદાવાદમાં અબજોના લોકાર્પણ - ખાતમુહૂર્તો તથા તાજેતરની મોરબીની કરૂણ દુર્ઘટના અને વડાપ્રધાન પોતે રૂબરૂ આવ્‍યા - અસરગ્રસ્‍તોને મળ્‍યા બાદ ગઇકાલ સાંજથી બૂકીઓએ પોતાનો બીજો અંદાજ આજે જાહેર કર્યો હતો.
રાજકોટના ટોચના એક બુકીએ ‘અકિલા'ને જણાવેલ કે, વડાપ્રધાનની ઝંઝાવતી સભાઓને કારણે વાવાઝોડુ ફેરવતા હવે બીજા અંદાજમાં ભાજપની બેઠકો વધી છે, પહેલા ૧૦૪ થી ૧૦૭ બેઠકો આપતા હતા, હવે ભાજપને ૧૩૦ બેઠકો, આપને ૧૬ થી ૧૮ તો કોંગ્રેસને ૨૦ થી ૨૫ બેઠકો મળશે તેમ માની રહ્યા છીએ.
રાજકોટથી દુબઇ સુધીની લાઇન સાથે જોડાયેલા આ બૂકીએ જણાવેલ કે, હજુ ભાવો નથી ખુલ્‍યા, બેટીંગ લેવાનું શરૂ થયું નથી પરંતુ ૧૩૦ બેઠકોનો અંદાજ ભાજપ માટે નીકળ્‍યો છે, ત્રીજો અંદાજ તારીખ ૬ પછી... અને ઉમેદવારો નક્કી થયા પછી ફાઇનલ ભાવ - બેઠકો જાહેર થશે, હાલ આખા સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતમાં ભાજપ ટોપ ઉપર ચાલી રહ્યું છે.

 

(3:35 pm IST)