Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મતદાનના દિવસ ૧ અને ૫ ડીસેમ્‍બરે લગ્નનું મૂહુર્ત નથી પણ પ્રચારના દિવસોમાં લગ્નોત્‍સવની ધૂમ

એક તરફ રાજકીય વાજા વાગતા હશે, બીજી તરફ મંગલ શરણાઇઓ ગુંજતી હશે

રાજકોટ તા. ૩ : કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે તે મુજબ પ્રથમ તબક્કે ૮૯ બેઠકોનું મતદાન ૧ ડિસેમ્‍બરે અને બીજા તબક્કે ૯૩ બેઠકોનું મતદાન ૫ ડિસેમ્‍બરે થનાર છે. તા. ૨૦ નવેમ્‍બરથી લગ્નોત્‍સવની મોસમ શરૂ થઇ રહી છે. મતદાનના દિવસે શાષાોકત દૃષ્‍ટિએ લગ્નોના મૂહુર્ત નથી પરંતુ તેની પહેલાના દિવસોમાં લગ્નોત્‍સવની મોસમ પૂરબહારમાં ખીલશે.
શાસ્રોકત દૃષ્‍ટિએ નવેમ્‍બરમાં તા. ૨૦, ૨૧, ૨૫, ૨૬, ૨૭ અને ૨૮ તથા ડિસેમ્‍બરમાં તા. ૨, ૪, ૮, ૯ અને ૧૪ના લગ્નના મૂહુર્તો છે. આ દિવસોમાં ઉમેદવારી પત્રો રજૂ થઇ ગયા હશે અને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલતો હશે. એક તરફ ચૂંટણી પ્રચારના વાજા વાગતા હશે અને બીજી તરફ લગ્નોત્‍સવની શરણાઇઓ ગૂંજતી હશે. ધૂમ લગ્નોત્‍સવની અસર ચૂંટણીમાં પડવાની શકયતા નકારાતી નથી.

 

(3:32 pm IST)